ડ્રગ્સ મામલે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, પ્રશાંત વાળાએ કહ્યું- કોંગ્રેસે પહેલા પોતાનું ઘર સંભાળવું જોઈએ

ગીતા પટેલના બહેન ડ્રગ્સ મામલે પેડલર તરીકે પકડાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસના આગેવાનના પરિવારના સભ્ય ડ્રગ્સ પેડલર તરીકે પકડાયા છે. માત્ર નારા લગાવવા સહેલા છે, પરંતુ કોંગ્રેસે પહેલા પોતાના ઘરમાં જોવાની જરૂર છે.પ્રશાંત વાળાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના નેતાઓના પરિવારના સભ્યો જ ડ્રગ્સને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પહેલા પોતાનું ઘર સંભાળવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નશામુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમિત શાહે પણ દેશને નશામુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા બુટલેગરો અને પેડલરો સામે સતત કાર્યવાહી થઈ રહી છે. કોંગ્રેસે ખોટા આક્ષેપો કરવાનું બંધ કરવું જોઈએ.

આ સમાચાર શેર કરો

જાહેરાત