Video: જામનગર:નેશનલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાસહાયક ભરતી કેમ્પ યોજાયો, 325માંથી 100 ઉમેદવારોએ શાળા પસંદગી પૂર્ણ કરી

સોર્સ: gstv

સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ આજે વિદ્યાસહાયક ભરતી કેમ્પ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જામનગરની નેશનલ હાઈસ્કૂલ ખાતે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.જામનગર જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૩૨૫ ઉમેદવારો પૈકી અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા ઉમેદવારોએ પોતાની મનપસંદ શાળાની પસંદગી પૂર્ણ કરી લીધી છે.સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે ખાસ ઓનલાઇન પોર્ટલ તૈયાર કરાયું છે, જેના પર ગમે ત્યાંથી પસંદ થતી શાળાઓની વિગતો લાઈવ જોઈ શકાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત