Video: રાજકોટમાં તંત્રની બેદરકારીથી પરિણીતાના મોત મામલે રઘુવંશી સમાજની રેલી, કમિશનરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ

રાજકોટમાં ચાર દિવસ પૂર્વે SRP કેમ્પ નજીક ડામર રોડના કામકાજમાં મહાનગરપાલિકાની કથિત બેદરકારીને કારણે મિતાલી કેસરિયા નામની પરિણીતાનું કરૂણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે રઘુવંશી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ત્રિકોણબાગ સર્કલ ખાતે એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા ડામર રોડનું કામ કરનાર પવન કન્સ્ટ્રક્શનને શો-કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે. બીજી તરફ, મૃતક પરિણીતાના માતાએ રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગઈકાલે જ તેમણે હૃદય પર પથ્થર રાખીને મૃતકના દીકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો, ત્યારે આવી ગંભીર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કડક સજા થવી જોઈએ.
જાહેરાત















