Video: થાનગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ, ડમી ગ્રાહક મોકલી પોલીસે પાંચ શખ્સોને દબોચ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા પોલીસે થાનગઢમાંથી વધુ એક ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. થાનગઢ તળાવની પાળ પર ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ડમી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું. આ દરોડામાં પોલીસે ૧૧૮ ગ્રામ સૂકો ગાંજો, પડીકીઓ અને ૬ મોબાઈલ મળી કુલ ૭૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી વિપુલ આણંદરાવ, ખોડુ વાઘુભાઈ, હરેશ ડેલુભાઈ, દેવેન્દ્ર ખાચર અને દીપક ડાભીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. જિલ્લામાં નશા વિરોધી ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૨ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે.
જાહેરાત















