Video: ખેતરમાં અનાજના બદલે ગાંજાનું વાવેતર! ગોધરાના ખેતરમાંથી રૂ. ૪.૬૨ કરોડનો ગાંજો ઝડપાયો

પંચમહાલના ગોધરામાં એક ખેતરમાં અનાજની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે..ગોધરાના કંકુ થાંભલા ગામના આંબલી ફળિયામાં સ્થાનિક પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ખેતરમાંથી ૫૦૨ નંગ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન ૯૨૪ કિલો નોંધાયું છે. પોલીસે સ્થળ પરથી કુલ ચાર કરોડ 62 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
જાહેરાત
















