Video: મોરવા હડફના વાંસદેલીયામાં ખેતરમાંથી 21.25 લાખનો લીલો ગાંજો ઝડપાયો એકની અટકાયત

સોર્સ: gstv

મોરવા હડફના વાંસદેલીયા ગામના ખેતરમાં ગાંજાના છોડ વવાયા હોવાની બાતમીના આધારે પંચમહાલ SOG, ANW અને સ્થાનિક પોલીસે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અનોપસિંહ મથુરભાઈ રાવતના ખેતરમાંથી રૂપિયા. 21,25,000 ની કિંમતના 42.500 કિલો વજનના લીલા ગાંજાના 33 છોડ મળી આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ અનોપસિંહ રાવતની અટકાયત કરી છે. આ મામલે મોરવા હડફ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત