Video: સુરતના કતારગામમાં ટેરેસ પરથી પટકાયેલી મહિલા બે બિલ્ડીંગ વચ્ચે ફસાઈ ફાયર વિભાગનું રેસ્ક્યુ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં 48 વર્ષીય દિવ્યાબેન સવારે કપડાં સુકવવા ટેરેસ પર ગયા હતા. અકસ્માતે ટેરેસ પરથી નીચે પટકાતા તેઓ બે બિલ્ડીંગની સાંકડી જગ્યા વચ્ચે ફસાઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. કતારગામ ફાયરના જવાનોએ મહિલાને સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે.
જાહેરાત













