Video: ઝારખંડના ગિરિડીહમાં જૈન શ્રદ્ધાળુઓની બસનો અકસ્માત, સુરતના દંપતીનાં મોત

સોર્સ: gstv

સુરતના જૈન દંપતીનું ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. ઝારખંડના ગિરિડીહમાં શિખરજી નજીક જૈન શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ઝાડ સાથે અથડાયા બાદ ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં સુરતના બાબુલાલ વંશરાજ જૈન અને તેમનાં પત્ની બદામી દેવીનું મોત થયું છે. અકસ્માતમાં 12થી વધુ જૈન શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનાના સમાચારથી સુરતમાં શોકની લાગણી પ્રસરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત