Video: સરખેજમાં ડ્રગ ડીલર સુનિતા રાઠોડના ગેરકાયદે બાંધકામ પર AMCની કાર્યવાહી,

સોર્સ: gstv

શહેરમાં ડ્રગ્સ અને દારૂના નેટવર્ક સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે. સરખેજની કુખ્યાત ડ્રગ ડીલર સુનિતા રાઠોડના ગેરકાયદેસર મકાન પર આજે AMCનું બુલડોઝર ફરી વાળ્યું સારાકર ની માલિકીની જગ્યા પર દબાણ કરીને સુનિતા રાઠોડે ગેરકાયદે મકાન ઉભું કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, બે વર્ષ પહેલા પણ AMC દ્વારા આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારની કમાણીમાંથી તેણે ફરીથી પાક્કું મકાન ચણી લીધું હતું.તાજેતરમાં જ બોડકદેવમાંથી 131 ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા રાજુ ભીલની પૂછપરછમાં સુનિતાનું નામ ખુલ્યું હતું. ત્યારબાદ પોલીસે સુનિતાના ઘરે દરોડા પાડતા 2 કિલો 174 ગ્રામ ગાંજો અને 3 લાખ 53 હજાર રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, સુનિતા રાઠોડ રીઢી ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ દારૂના 48 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા તેના ગેરકાયદે સામ્રાજ્યને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત