Video: વડોદરાના સરદારપુરામાં RCC રોડની કામગીરી સામે ગ્રામજનોનો વિરોધ, હલકી ગુણવત્તાના આક્ષેપ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરદારપુરા ગામે RCC રોડની કામગીરીમાં ગેરરીતિ અને બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. રોડ બનાવવામાં ગુણવત્તાના નિયમોનું પાલન થતું ન હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માટી ઉપર સીધું જ RCC પાથરી દેવામાં આવતું હોવાથી રોડની મજબૂતાઈ સામે સવાલો ઊભા થયા છે. કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર, જવાબદાર અધિકારી કે એન્જિનિયર પણ સ્થળ પર હાજર ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હલકી ગુણવત્તાની કામગીરીથી સરકારી નાણાંનો વ્યય થતો હોવાની આશંકા સાથે ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું હતું. ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવી તપાસ કરે અને ગુણવત્તાના ધોરણો મુજબ જ રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
જાહેરાત















