Video: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની અડફેટે બે બાઈકસવારોનાં મોત

વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે, ત્યારે પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. ડમ્પરની અડફેટે બાઈક પર સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ડમ્પર ચાલક બંનેને રસ્તા પર છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
જાહેરાત













