Video: વડોદરાના તરસાલી સુશેન સર્કલ પાસે 'ધ બર્નિંગ કાર'

સોર્સ: gstv

વડોદરાના તરસાલી સુશેન સર્કલ પાસે ચાલુ ટ્રાફિક વચ્ચે કાર ભડભડ સળગી ઉઠી હતી. કારમાંથી અચાનક આગની જ્વાળાઓ ઉઠતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે અન્ય વાહનચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. સદનસીબે ચાલકે સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત