Video: ઓખા-બેટ દ્વારકાના દરિયામાં ડોલ્ફિનની મસ્તી

સોર્સ: gstv

ઓખા, બેટ દ્વારકા અને કચ્છના અખાતનો દરિયાઈ વિસ્તાર ડોલ્ફિનનું મહત્વપૂર્ણ રહેઠાણ ગણાય છે. એક અંદાજ મુજબ, આ દરિયાઈ વિસ્તારમાં એક હજારથી વધુ ડોલ્ફિન વસવાટ કરે છે. હાલ વેકેશનના માહોલમાં દ્વારકાની મુલાકાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. તેવામાં દરિયાના સ્વચ્છ અને શાંત પાણીમાં ડોલ્ફિનની અદભુત અઠખેલીઓ જોવા મળી રહી છે. દરિયામાં કૂદકા મારતી અને મસ્તી કરતી ડોલ્ફિનને નિહાળીને પ્રવાસીઓ ભારે રોમાંચિત થઈ રહ્યા છે. સહેલાણીઓ આ અદભુત પળોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. ફોટો અને વીડિયો શૂટ કરીને પ્રવાસીઓ પોતાના પ્રવાસની યાદોને યાદગાર બનાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત