Video: પાંડેસરામાં જૂની અદાવતનો ખાર: અસામાજિક તત્વોએ સળગાવી બે બાઈક, જાનથી મારી નાખવાની ધમકી

પાંડેસરા વિસ્તારના ગણપતનગર ખાતે 3-4 દિવસ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી અસામાજિક તત્વોએ બે બાઈક સળગાવી નાખી હતી. આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવતમાં ગાળાગાળી કરી હતી અને વેપારીના બંને પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે ફરિયાદીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત














