Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Is the expensive brand of alcohol you drink real or fake? Factory with fake butch-label caught off-guard!

તમે જે મોંઘી બ્રાન્ડનો દારૂ પીવો છો તે અસલી છે કે નકલી? સરખેજમાંથી પકડાઈ નકલી બૂચ-લેબલ વાળી ફેક્ટરી!

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
તમે જે મોંઘી બ્રાન્ડનો દારૂ પીવો છો તે અસલી છે કે નકલી? સરખેજમાંથી પકડાઈ નકલી બૂચ-લેબલ વાળી ફેક્ટરી!
સોર્સ : gstv

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (DCB) અને સરખેજ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક એવા શખ્સની ધરપકડ કરી છે જે સસ્તો દારૂ ખાલી પ્રીમિયમ બ્રાન્ડેડ બોટલોમાં ભરીને તેને અસલી કિંમત કરતાં 5 થી 10 ગણા ઊંચા ભાવે ગ્રાહકોને વેચતો હતો. આ આરોપીની ઓળખ સમીર ખાન ઉર્ફે એસ.કે. બાપુ (ઉં.વ. 27) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 4 મહિનાથી આ ગેરકાયદેસર કારોબાર બેરોકટોક ચલાવી રહ્યો હતો.

App Store

નકલી બુચ અને લેબલ લગાવી અસલી જેવી બનાવટ

આરોપી સમીર ખાન પ્રીમિયમ બ્રાન્ડની ખાલી બોટલો અલગ-અલગ જગ્યાએથી મેળવીને પોતાના સરખેજ સ્થિત ઘરે લાવતો હતો. ત્યારબાદ તે કોઈ વોન્ટેડ શખ્સ પાસેથી સસ્તો દારૂ મેળવીને તેને આ ખાલી પ્રીમિયમ બોટલોમાં ભરતો હતો. બોટલ અસલી લાગે તે માટે મૂળ બ્રાન્ડ જેવા જ બુચ અને લેબલ ફીવિક્વિકની મદદથી ચોંટાડીને તેને પરફેક્ટ સીલ કરી દેતો હતો. જેથી ગ્રાહકો સરળતાથી છેતરાઈ જાય.

લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કરાયો

પોલીસે દરોડા દરમિયાન કુલ 174 સીલબંધ વિદેશી દારૂની બોટલો (કિંમત 1.53 લાખ રૂપિયા), 96 બીયર કેન, 29 ખાલી પ્રીમિયમ બ્રાન્ડેડ બોટલો, 63 બ્રાન્ડેડ બુચ અને 53 લેબલ કબજે કર્યા છે. આ ઉપરાંત 4 ફેવિક્વિકની ટ્યુબ અને 1 મોબાઈલ ફોન મળીને કુલ 2.53 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ આરોપી વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ શરૂ

આ ગંભીર મામલે DCB પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આ કેસમાં સસ્તો દારૂ પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર કોણ હતો અને ખાલી બોટલો તથા લેબલો ક્યાંથી લાવવામાં આવતા હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati Newsalcohol