Video: ઝારખંડના હઝારીબાગમાં ભીષણ માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે ટક્કર મારતા 7 લોકોના કરુણ મોત થયા

શેખ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડૉક્ટર રાજ કિશોરે જણાવ્યું કે ડ્રાઈવર સહિત ૧૯ મુસાફરોને લઈ જઈ રહેલું આ વાહન પલટી ગયું હતું. અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીઓને રાંચી રિફર કરવાની સાથે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલના વોર્ડ અને ઓપીડીમાં દાખલ કરી તબીબી સારવાર આપવામાં આવી.... આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જાહેરાત







