Video: દિલ્હીમાં અનેક વિસ્તારોમાં પ્રદૂષણના કારણે ધુમ્મસની જાડી ચાદર છવાઈ

સોર્સ: gstv

દિલ્હીમાં દિવાળીના તહેવાર બાદ હવા પ્રદૂષણની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પ્રદૂષણના કારણે ધુમ્મસની જાડી ચાદર છવાઈ ગઈ છે. દિલ્હીના મોતીબાગ વિસ્તારમાં પણ વહેલી સવારથી ગાઢ સ્મોગ જોવા મળ્યો હતો. હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધતાં સમગ્ર વિસ્તારમાં ધૂંધળું વાતાવરણ સર્જાયું છે. રસ્તાઓ પર દૂર સુધી દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળીની આતશબાજી બાદ પ્રદૂષણમાં થયેલા વધારાને પગલે ફરી એકવાર દિલ્હીની હવાની ગુણવત્તા સામે ચિંતા ઊભી થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત