Video: દેશમાં બદલાશે હવામાનનો મિજાજ: પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણને કારણે અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 10 નવેમ્બરથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે, જેનાથી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15 નવેમ્બર સુધી વિવિધ તબક્કે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.... પંજાબમાં પણ ૧૨ થી ૧૫ નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં પણ હવામાન પ્રણાલી સક્રિય થઈ છે, જેના કારણે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, કેરળ અને લક્ષદ્વીપમાં પણ વીજળીના કડાકા સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જાહેરાત






