Video: CBSE Board Exam 2027: ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરીથી શરૂ થશે

CBSE દ્વારા ધોરણ 10 અને 12ની વર્ષ 2027ની બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. બંને ધોરણની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે અને તમામ પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યે યોજાશે. ધોરણ 10માં 83 અને ધોરણ 12માં 121 વિષયોની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા શરૂ થવાના 101 દિવસ અગાઉ જ ડેટશીટ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના 40 હજારથી વધુ વિષયોના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરાયું છે, જેથી કોઈ વિદ્યાર્થીના બે પેપર એક જ દિવસે ન આવે. સાથે જ JEE અને NEET જેવી પ્રવેશ પરીક્ષાઓ તેમજ શાળાઓના શૈક્ષણિક કાર્યને પણ ધ્યાનમાં રાખીને શિડ્યૂલ તૈયાર કરાયું છે.
જાહેરાત






