Video: દિલ્હીના ચાવરી બજાર વિસ્તારમાં નિર્માણાધિન ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા બે લોકોના મોત: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આપ્યા તપાસના આદેશ

સોર્સ: gstv

દિલ્હીના ચાવરી બજાર નજીક શીશ મહેલની ગલીમાં બનેલી આ ગંભીર દુર્ઘટના બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘટના પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ બેદરકારી દાખવનાર સહાયક ઇજનેર અને જુનિયર ઇજનેરને ત્વરિત સસ્પેન્ડ કરવાનો અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસ, પોલીસ, એમસીડી અને એનડીઆરએફની ટીમોએ યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવા અને રાહત કામગીરી હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ ઘાયલોને ઉત્તમ સારવાર આપવા અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવાની સાથે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત