Video: તુર્કમાન ગેટ નજીકથી ૬૭૦૦ કિલો બનાવટી માવો ઝડપી પાડ્યો

દિલ્હીના તુર્કમાન ગેટ ડમ્પિંગ યાર્ડ નજીક ફેંકવામાં આવી રહેલો આશરે ૬,૭૦૦ કિલોગ્રામ બનાવટી માવો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તહેવારોની મોસમ નજીક આવતાં ભેળસેળિયા તત્વો સામે ખાદ્ય સુરક્ષા વિભાગે લાલ આંખ કરીને આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને તેના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા લોકો સામે કડક કાનૂની પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાટનગરમાં અશુદ્ધ ખાદ્ય સામગ્રીનું વેચાણ રોકવા માટે વિભાગ દ્વારા તપાસ ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
જાહેરાત







