Video: અગ્નિપથ યોજનામાં બદલાવ: ૪ થી ૬ વર્ષની સેવા બાદ તમામ અગ્નિવીરો થશે કાયમી!

સોર્સ: gstv

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફાર હેઠળ હવે ૨૫ ટકા અગ્નિવીરો ૪ વર્ષ અને ૭૫ ટકા અગ્નિવીરો બે વર્ષના એક્સ્ટેન્શન સાથે ૬ વર્ષ બાદ કાયમી ધોરણે સૈનિક બની શકશે. આ એક્સ્ટેન્શન દરમિયાન તેમનો પગાર વધીને ૪૮ હજાર ૫૦૦ રૂપિયા સુધી પહોંચશે, પણ તેની અસર સિનિયોરિટી, સેવા નિધિ અને પેન્શનના નિયમો પર પડશે. ૨૦૨૨માં ભારતીય સેનાની સરેરાશ ઉંમર ૩૨થી ઘટાડીને ૨૬ વર્ષ કરી સેનાને વધુ યંગ અને ફિટ બનાવવાનો દાવો કરાયો હતો. પરંતુ હવે જૂની ભરતી પદ્ધતિની જેમ સીધા રેગ્યુલર થવાને બદલે અગ્નિવીરો ૪ થી ૬ વર્ષ અગ્નિવીર તરીકે સેવા આપ્યા બાદ જ સેનામાં કાયમી રેગ્યુલર સૈનિક તરીકે જોડાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત