Video: વિશ્વઉમિયાધામ ખાતે દ્વારકા પીઠના શંકરાચાર્યએ શિલાપૂજન કર્યું

વિશ્વના સૌથી ઊંચા મંદિર વિશ્વઉમિયાધામ ખાતે દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ મુલાકાત લઈ મંદિર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. શંકરાચાર્યએ મા ઉમિયાના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિથી શિલાપૂજન કર્યું હતું અને નિર્માણાધીન ગર્ભગૃહની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામ પરિસરની ઉર્જા ખૂબ જ સકારાત્મક છે અને આ ભવ્ય ધામ આગામી સમયમાં સનાતન ધર્મનું પ્રતીક બનશે. વધુમાં તેમણે ધર્મપ્રેમી જનતાને સંદેશ આપતા કહ્યું હતું કે હિંદુ ધર્મના લોકોએ માત્ર પંચદેવની જ પૂજા કરવી જોઈએ અને સમાજમાં ફેલાયેલા નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવું જોઈએ. તેમની આ મુલાકાતથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત















