Video: રાષ્ટ્રપતિ ભવન ખાતે નેપાળના PMનું સ્વાગત

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહનું દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ભારત અને નેપાળના સંબંધોને દર્શાવતી રાજદ્વારી પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની દૃષ્ટિએ આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જાહેરાત














