Video: ગંગામાં ફ્લોટિંગ પોલીસ સ્ટેશન

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. વારાણસી પોલીસે ગંગા નદીમાં ફ્લોટિંગ રિવર પોલીસ વોટર રેસ્ક્યૂ સ્ટેશન શરૂ કર્યું છે. આ સ્ટેશનના માધ્યમથી ગંગા નદીના 84 ઘાટ પર સુરક્ષા અને દેખરેખ રાખવામાં આવશે. નદીમાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં વોટર રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક મદદ માટે પહોંચી શકશે. આ પહેલથી ગંગા ઘાટ પર સુરક્ષા અને બચાવ કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત