VIDEO: ગંગામાં ડૂબતા બે કાંવડ યાત્રીઓનો બચાવ
ઉત્તરાખંડના હરિદ્વારમાં SDRF ટીમે ગંગા નદીમાં ડૂબી રહેલા બે કાંવડ યાત્રીઓનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે. મળતી મ

ઉત્તરાખંડના હરિદ્વારમાં SDRF ટીમે ગંગા નદીમાં ડૂબી રહેલા બે કાંવડ યાત્રીઓનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે. મળતી માહિતી મુજબ, ગંગા સ્નાન દરમિયાન બંને યાત્રીઓ ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા અને ડૂબવાની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ જવાનો દ્વારા બંને કાંવડ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. SDRFની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. શ્રાવણ માસ દરમિયાન હરિદ્વારમાં મોટી સંખ્યામાં કાંવડ યાત્રીઓ પહોંચતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા ટીમો સતત તૈનાત રાખવામાં આવી છે.



