Video: દિલ્હીના ગાંધીનગર માર્કેટની નેહરુ ગલીમાં આગ

સોર્સ: gstv

દિલ્હીના ગાંધીનગર માર્કેટની નેહરુ ગલીમાં એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો હજુ સામે આવી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત