Video: દિલ્હીના 154 પ્રવેશ બિંદુઓ પર ટૂંક સમયમાં લાગુ થશે મલ્ટી-લેન ફ્રી-ફ્લો ટોલ સિસ્ટમ, વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે

આ આધુનિક સિસ્ટમ હેઠળ વાહનચાલકોને ટોલ ચુકવણી માટે બૂથ પર રોકાવાની જરૂર રહેશે નહીં. સેન્સર, RFID ટેગ રીડર્સ અને વિશિષ્ટ કેમેરા વાહનની નંબર પ્લેટ અને ટેગને સ્કેન કરીને આપમેળે ટોલની પ્રક્રિયા પૂર્ણ કરશે. હાલ પસંદગીના સ્થળોએ આ સિસ્ટમની ટ્રાયલ ચાલી રહી છે અને મુસાફરોમાં જનજાગૃતિ લાવવા માટે ટોલ પ્લાઝા પર પેમ્ફલેટ પણ વહેંચવામાં આવી રહ્યા છે.
જાહેરાત















