Video: કોકરોચ જનતા પાર્ટી દ્વારા ગોવાથી જનસંપર્ક અભિયાન 'ક્યા બોલતી પબ્લિક'ની શરૂઆત

અભિજીત દીપકેની કોકરોચ જનતા પાર્ટી દ્વારા પોતાના રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાન 'ક્યા બોલતી પબ્લિક'ની ૨૨ નવેમ્બરે ગોવાથી શરૂઆત કરવામાં આવી છે. ગોવામાં આ અભિયાનને 'ચલ્લા કિતેમ, ગોવા' નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ 'ગોવામાં શું ચાલી રહ્યું છે?' એવો થાય છે. પણજી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાર્ટીના નેતા અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને યુવાનોને એવું મંચ પૂરું પાડવાનો છે, જ્યાં તેઓ જમીન, સુરક્ષા, પરિવહન, શ્રમિક અધિકારો અને શિક્ષણ જેવા સ્થાનિક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી શકે. કાર્યક્રમ દ્વારા યુવાનોના પ્રશ્નો સાંભળીને તેમને સંગઠન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જાહેરાત











