Video: ભોપાલ ઉત્સવ મેળો 2026

સોર્સ: gstv

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભોપાલ ઉત્સવ મેળા 2026નું આયોજન કરવામાં આવ્યું છે. દશેરા મેદાન ખાતે યોજાનારા આ મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી મોહન યાદવના હસ્તે કરવામાં આવશે. મેળાને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉત્સવ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ ખરીદી અને મનોરંજનની વ્યવસ્થાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી અપેક્ષા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિને લઈને કાર્યક્રમ સ્થળે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત