Video: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કડક નિર્દેશ બાદ ચાંદની ચોક, ખારી બાઓલી, પુલ મીઠાઈમાં બુલડોઝર કાર્યવાહી કરાઈ

સોર્સ: gstv

દિલ્હીના મુખ્યમંત્રીના આ આદેશ બાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીની ટીમો દ્વારા બુલડોઝર ફેરવીને દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ પીલી કોઠી અને પુલ મીઠાઈ વિસ્તારમાં તેમજ ત્યારબાદ ખારી બાઓલીમાં બુલડોઝરનો ઉપયોગ કરીને અતિક્રમણ હટાવવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કામગીરી દરમિયાન ૩૦ થી ૪૦ વર્ષ જૂના કાયમી અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવતા આ વ્યસ્ત વિસ્તારો વર્ષો જૂના અવરોધોથી મુક્ત થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત