Video: દિલ્હીના વસંત કુંજ અને ઇન્ડિયા ગેટ વિસ્તારમાં વહેલી સવારે છવાયું ગાઢ પ્રદૂષણ

સોર્સ: gstv

દિલ્હીના વસંત કુંજ અને ઇન્ડિયા ગેટ વિસ્તારના વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વાતાવરણમાં પ્રદૂષણની ગંભીર અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ શ્રેણીમાં નોંધાતા વિઝિબિલિટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા ગેટ આસપાસ ધુમ્મસને કારણે સ્મારક પણ ઝાંખું દેખાઈ રહ્યું છે અને વસંત કુંજમાં પણ આવી જ પરિસ્થિતિ છે. પ્રદૂષણના વધતા સ્તરને કારણે સ્થાનિક લોકો અને મોર્નિંગ વોક પર નીકળતા નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત