Video: દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ટ્રેડ ફેરમાં કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ MSME પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ટ્રેડ ફેરમાં કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ MSME પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રીએ પેવેલિયનની મુલાકાત લઈ ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાના ઉદ્યોગોને બજાર પૂરું પાડવાના હેતુથી આ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જીતન રામ માંઝીએ MSME ક્ષેત્રની ભૂમિકા અને ઉદ્યોગકારો માટેની તકો અંગે પોતાના વિચારો રજૂ કર્યા.
જાહેરાત













