દિલ્હીના પ્રદૂષણની અસર કોર્ટ કાર્યવાહી પર: બ્રિટન-અમેરિકાના બે વરિષ્ઠ નાગરિકોને વીડિયો કોન્ફરન્સિંગથી જુબાનીની મંજૂરી

દિલ્હીના પ્રદૂષણની અસર કોર્ટ કાર્યવાહી પર: બ્રિટન-અમેરિકાના બે વરિષ્ઠ નાગરિકોને વીડિયો કોન્ફરન્સિંગથી જુબાનીની મંજૂરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે આરોગ્ય પર ગંભીર અસર થવાની આશંકાને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટે બ્રિટન અને અમેરિકામાં રહેતા બે વરિ નાગરિકોને એક પેન્ડિંગ પ્રોબેટ કેસમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની આપવાની મંજૂરી આપી છે. બંને વૃદ્ધોની ઉંમર, આંતરરાષ્ટ્રીય મુસાફરીની મુશ્કેલીઓ અને દિલ્હીનું પ્રદૂષિત વાતાવરણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે તે બાબતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ નિર્ણય કર્યો હતો.

જસ્ટિસ વિનોદ કુમારે જણાવ્યું હતું કે, જુબાની નોંધવાની પદ્ધતિ નક્કી કરતી વખતે સંબંધિત વ્યક્તિઓની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. એક અરજદારની જુબાની માટે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન અને બીજા અરજદાર માટે ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટને વીડિયો કોન્ફરન્સિંગ કેન્દ્ર તરીકે નિર્ધારિત કર્યા છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટ ઇલેક્ટ્રોનિક એવિડન્સ એન્ડ વીડિયો કોન્ફરન્સિંગ રૂલ્સ, ૨૦૨૫માં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની નોંધવા માટે પૂરતી સુરક્ષાની જોગવાઈઓ છે. આ વ્યવસ્થામાં એ સુનિશ્ચિત કરાશે કે ગવાહને કોઈ અન્ય વ્યક્તિ જવાબ ન જણાવે, તેના પર દબાણ ન કરે કે તેને પ્રભાવિત ન કરે. દલીલો દરમિયાન જરૂરી દસ્તાવેજો પણ સાક્ષી સમક્ષ રજૂ કરી શકાશે. વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આઈટી અધિકારીની સેવાઓ પાછળ કુલ રૂ. એક લાખ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જાહેરાત

બંને અરજદારોએ આ રકમ સરખા ભાગે એટલે કે રૂ. ૫૦-૫૦ હજાર ચૂકવવાના રહેશે. હાઈકોર્ટે અરજી મંજૂર કરતાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થાથી વૃદ્ધ અરજદારોની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓનું નિરાકરણ આવશે અને તેમની જુબાની માટે ફેબ્આરી કે માર્ચ ૨૦૨૭ સુધી રાહ જોવાની જરૂર પણ નહીં રહે.

આ સમાચાર શેર કરો

જાહેરાત