Video: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા મામલે કોર્ટનું સમન્સ, 16 જાન્યુઆરીએ હાજર રહેવા આદેશ

20 ઓગસ્ટ 2025ના રોજ દિલ્હીના સિવિલ લાઇન્સ કેમ્પ ઓફિસમાં જનસુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર કથિત હુમલાની ઘટના બની હતી. આ મામલે પોલીસે રાજેશ સાકરિયા અને સહ-આરોપી તહસીન રઝા શેખની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે બંને સામે ચાર્જશીટ દાખલ કરી છે જેમાં હત્યાનો પ્રયાસ અને ગુનાહિત કાવતરા સહિતના ગંભીર આરોપ છે. તીસ હજારી કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે અને હવે મુખ્યમંત્રીનું નિવેદન નોંધવા સમન્સ ઇશ્યુ કરાયું છે.
જાહેરાત














