Video: યુપી પોલીસ ઝંડા દિવસ: લખનૌમાં DGP રાજીવ કૃષ્ણએ CM યોગી આદિત્યનાથને લગાવ્યો પોલીસ ધ્વજ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશમાં આજે 23 નવેમ્બરના રોજ 'યુપી પોલીસ ઝંડા દિવસ'ની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. લખનૌ ખાતે આ વિશેષ અવસરે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશક ડીજીપી રાજીવ કૃષ્ણએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી તેમને પોલીસ વિભાગનો પ્રતીક ધ્વજ લગાવ્યો હતો. સામે આવેલા દ્રશ્યોમાં ડીજીપી રાજીવ કૃષ્ણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોલીસ કલરનો ફ્લેગ પિન લગાવતા અને શુભેચ્છાઓ પાઠવતા નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે 23 નવેમ્બર, 1952ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન દ્વારા ઉત્તર પ્રદેશ પોલીસને તેની ઉત્કૃષ્ટ સેવા બદલ પોલીસ ધ્વજ એનાયત કરવામાં આવ્યો હતો, જેની યાદમાં દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત