દેશમાં વેરહાઉસિંગની માંગ 18% ઘટી, અમદાવાદમાં 58%નો ઉછાળો! 9 મહિનામાં 38 લાખ ચોરસ ફૂટની ડિમાન્ડ

દેશમાં વેરહાઉસિંગની માંગ 18% ઘટી, અમદાવાદમાં 58%નો ઉછાળો! 9 મહિનામાં 38 લાખ ચોરસ ફૂટની ડિમાન્ડ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના પ્રથમ નવ મહિનામાં દેશના અન્ય બજારોમાં વેરહાઉસિંગની માંગ ધીમી પડી હોવા છતાં, અમદાવાદે સૌથી મજબૂત વિસ્તરણ નોંધાવ્યું છે. 'ક્રેડાઈ–સીઆરઈ મેટ્રિક્સ ઈન્ડિયા વેરહાઉસિંગ રિપોર્ટ'  અનુસાર, આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં વેરહાઉસિંગની માંગ વાર્ષિક ધોરણે ૫૮% વધીને ૩.૮ મિલિયન (૩૮ લાખ) ચોરસ ફૂટ થઈ છે, જ્યારે નવો પુરવઠો (સપ્લાય) ૨.૩ ગણો વધીને ૨.૮ મિલિયન ચોરસ ફૂટ પર પહોંચ્યો છે. 

કુલ સ્ટોક અને ભાડાના દરમાં ફેરફાર

જાહેરાત

ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં, શહેરનો કુલ ગ્રેડ-A વેરહાઉસિંગ સ્ટોક ૨૬.૩ મિલિયન ચોરસ ફૂટ પર પહોંચ્યો છે, જેમાં ખાલી જગ્યા (વેકન્સી) નો દર ૧૪.૧% રહ્યો છે. ભાડાના વલણો પર નજર કરીએ તો, હાલના ભાડૂતો દ્વારા ચૂકવવામાં આવતું સરેરાશ ભાડું (Passing rent) પ્રતિ ચોરસ ફૂટ દીઠ ₹૧૮.૯ પ્રતિ માસ પર સ્થિર રહ્યું છે. જોકે, ત્રીજા ક્વાર્ટરમાં થયેલા નવા કરારોમાં બજાર ભાડું ઘટીને ₹૧૩.૭ પ્રતિ ચોરસ ફૂટ નોંધાયું છે. 

કયા વિસ્તારો અને ક્ષેત્રોમાં સૌથી વધુ માંગ?

ક્રેડાઈ અમદાવાદના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રીજા ક્વાર્ટરની લીઝિંગ પ્રવૃત્તિમાં ખેડા ૫૫% હિસ્સા સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારબાદ સાણંદ-સચાણા-વિઠલાપુર-કડી પટ્ટામાં ૩૦% અને જાલીસણા-બેચરાજીમાં ૧૫% માંગ જોવા મળી છે. 

ક્ષેત્રવાર હિસ્સેદારીની વાત કરીએ તો:
•    થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ (3પીએલ): ૨૪% હિસ્સા સાથે સૌથી મોટો વર્ગ
•    મેન્યુફેક્ચરિંગ અને ઓટોમોટિવ: બંને ૨૩-૨૩% હિસ્સા સાથે બીજા ક્રમે
•    ઈ-કોમર્સ અને રિટેલ: અનુક્રમે ૧૬% અને ૭% હિસ્સો 

રાષ્ટ્રીય સ્તરની સ્થિતિ

દિલ્હી-એનસીઆર, મુંબઈ, પુણે, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને અમદાવાદ એમ સાત મુખ્ય બજારોને આવરી લેતા આ રિપોર્ટ મુજબ, સમગ્ર ભારતમાં ગ્રેડ-A અને A+ વેરહાઉસિંગની માંગ ગયા વર્ષની સરખામણીએ ૧૮% ઘટીને ૫૪ મિલિયન ચોરસ ફૂટ રહી છે, જ્યારે નવો પુરવઠો ૩% ઘટીને ૪૭.૧ મિલિયન ચોરસ ફૂટ નોંધાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત