Video: મકરપુરા પોલીસની કાર્યવાહી, ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

વડોદરાની મકરપુરા પોલીસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. હવેલી ચાર રસ્તા પાસે આવેલા પેરેડાઇઝ પ્લામ્સમાં પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટી-20 મેચ પર વોટ્સએપ ગ્રુપ મારફતે ઓનલાઈન સટ્ટો રમાતો હોવાનો ખુલાસો થયો હતો. મકરપુરા પોલીસે સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 1 લાખ 52 હજાર 410 રૂપિયા રોકડા, 26 મોબાઈલ ફોન અને 4 લેપટોપ મળી કુલ 5 લાખ 65 હજાર 410 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત














