મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત

સોર્સ: gstv

મકરપુરાની જશોદા કોલોનીમાં ઘર બહાર બેઠેલા અનિલ સોમાભાઈ ઠાકોરને પાલિકાના થ્રી-વ્હીલર ટેમ્પો ચાલકે ગફલતભરી રીતે ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા અનિલભાઈને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના મોભીના અકાળે અવસાનથી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ટેમ્પો ચાલક નશામાં ધૂત હતો અને ટેમ્પોમાંથી દેશી દારૂની કોથળીઓ તથા બોટલો પણ મળી આવી છે. ઘટના અંગે મકરપુરા પોલીસે ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો