મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઘાયલ સિંહ બાળની સારવાર બાદ માતા સાથે મિલન

સોર્સ: gstv

ગિરનાર અભયારણ્યમાં વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.ગત ૧ ઓગસ્ટે ગ્રોફેડ વિસ્તારમાં લોખંડના દરવાજામાંથી પસાર થતી વખતે એક સિંહબાળ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. વન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે તેને બચાવી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ખસેડ્યું હતું. સક્કરબાગ ઝૂના તબીબોની ટીમે રાત-દિવસ એક કરીને ત્રણ મહિના સુધી આ સિંહબાળની સઘન સારવાર કરી હતી. સિંહબાળ સંપૂર્ણ સ્વસ્થ થતાં જૂનાગઢ વન વિભાગે ભારે કુશળતા પૂર્વક તેને ગિરનારના જંગલમાં મુક્ત કરી તેની માતા સિંહણ સાથે સફળ પુનઃમિલન કરાવ્યું છે. વન વિભાગની આ સરાહનીય કામગીરીથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો