મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગુરુ પુષ્ય નક્ષત્ર અગાઉ અમદાવાદ સોની બજારમાં ચમકારો:સોના-ચાંદીના ભાવ ઘટતા એડવાન્સ ઓર્ડરનો ધસારો, કરોડોના વેપારની આશા

સોર્સ: gstv

અમદાવાદની સોની બજારમાં આગામી ગુરુ પુષ્ય નક્ષત્રને લઈને સોના-ચાંદીની ખરીદીનો ભારે માહોલ જામ્યો છે.છેલ્લા કેટલાક દિવસોમાં કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેમાં ચાંદી પ્રતિ કિલો ૨ લાખ ૩૦ હજાર રૂપિયા ઘટીને ૨ લાખ આસપાસ થયુ છે..જ્યારે સોનું પ્રતિ ૧૦ ગ્રામ દોઢ લાખથી ઘટીને ૧ લાખ ૪૬ હજાર રૂપિયા સુધી પહોંચ્યું છે.આ ભાવઘટાડાથી ગ્રાહકોમાં ખુશીની લહેર છે.શોપિંગ માટે અત્યંત શુભ ગણાતા આ નક્ષત્રમાં જ્વેલર્સને કરોડોના કારોબારની આશા છે.ખાસ કરીને પરંપરાગત ૨૪ કેરેટ સોનાની સાથે યુવાનોમાં ૯, ૧૪ અને ૧૮ કેરેટ જ્વેલરીની ડિમાન્ડ વધી છે, જ્યારે રોકાણકારોમાં સોના કરતા ચાંદી ખરીદવાનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો