Video: ખેડા-ધોળકા હાઇવે પર અકસ્માતો રોકવા રઢુ ગામના લોકો રસ્તા પર ઉતર્યા

ખેડા-ધોળકા હાઇવે પર આવેલા રઢુ ગામ પાસે વારંવાર સર્જાતા અકસ્માતોથી રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્પીડ બ્રેકર મૂકવાની માગ સાથે રસ્તા પર બેસીને ધરણાં શરૂ કર્યા છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અગાઉ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ સ્ટેટ હાઇવે હોવાથી નિયમ મુજબ સીધા બમ્પ મૂકી શકાય તેમ નથી. જોકે, વાહનોની ઝડપ નિયંત્રિત કરવા થર્મોપ્લાસ્ટિક સ્પીડ પટ્ટા, સાઇનેજ અને રંબલ સ્ટ્રિપ્સ જેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ તાત્કાલિક હાથ ધરવાની તંત્રે ખાતરી આપી છે.







