Video: ઉત્તર પ્રદેશમાં 2027ની ચૂંટણી, કોંગ્રેસની 181 બેઠકોની માંગ સામે સપાનો વિરોધ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસે 403માંથી 181 બેઠકોની યાદી સોંપી છે અને 100થી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી. જોકે, સમાજવાદી પાર્ટી કોંગ્રેસને આટલી મોટી ભાગીદારી આપવા તૈયાર નથી. સપાનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં અગાઉની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. છેલ્લા છ વિધાનસભા ચૂંટણીના આંકડા મુજબ, કોંગ્રેસે સરેરાશ 298 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં તેને માત્ર 19 બેઠકો મળી હતી અને સરેરાશ મતહિસ્સો 7 પોઈન્ટ 69 ટકા રહ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત