Video: કાર્તિકી પૂર્ણિમાએ ભરૂચના શુકલતીર્થ ખાતે પિતૃ તર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, નર્મદા તટે ભક્તિમય માહોલ

સોર્સ: gstv

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલું શુકલતીર્થ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિ માટે અત્યંત પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ જોવા મળે છે. એવી ધાર્મિક માન્યતા છે કે અહીં પવિત્ર નર્મદા સ્નાન, પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે અને પરિવારને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કાર્તિકી પૂર્ણિમાના વિશેષ પર્વે શુકલતીર્થ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભક્તોએ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને માર્ગદર્શન હેઠળ પિતૃ તર્પણ વિધિ સંપન્ન કરી ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત