Video: વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર

સોર્સ: gstv

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભગવાનને મંગળા સ્નાન કરાવી ભવ્ય મંગળા આરતી કરવામાં આવી હતી. અબાલવૃદ્ધ સૌ કોઈ ધજા-પતાકા સાથે દૂર દૂરથી દર્શનાર્થે પહોંચ્યા છે. સમગ્ર મંદિર પરિસર અને શિખરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. બીજી તરફ, મેશ્વો નદીના કિનારે આવેલા પવિત્ર નાગધરા કુંડમાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી રહ્યા છે. પિતૃઓના અસ્થિનું વિધિપૂર્વક વિસર્જન કરવા પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ધાર્મિક માન્યતા મુજબ, નાગધરા કુંડમાં સ્નાન અને અસ્થિ વિસર્જનથી પિતૃઓને મોક્ષ મળે છે. હાલ શામળાજીના કાર્તિકી પૂનમના મેળામાં શ્રદ્ધાનો અનોખો માહોલ જામ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત