Video: ઓડિશાના ભુવનેશ્વરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો પરેશાન

ભુવનેશ્વરમાં રવિવારની વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ જવાથી દ્રશ્યતા અત્યંત ઓછી થઈ ગઈ હતી. વિઝિબિલિટી ઘટવાને કારણે વહેલી સવારે કામ અર્થે નીકળેલા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. અકસ્માત નિવારવા માટે વાહનચાલકો હેડલાઈટ અને ફોગ લાઈટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક વાહન હંકારતા જોવા મળ્યા હતા.
જાહેરાત















