Video: 14 જાન્યુઆરીના સ્નાન પહેલા પ્રયાગરાજ સંગમ તટ પર પોન્ટૂન પુલ અને રસ્તા નિર્માણ તેજ

સોર્સ: gstv

પ્રયાગરાજના ત્રિવેણી સંગમ કિનારે આયોજિત થનારા માઘ મેળા 2027 માટે વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મકરસંક્રાંતિના 14 જાન્યુઆરીના પ્રથમ સ્નાન પર્વ પહેલા તંબુઓની નગરી વસાવવા માટે કુલ 9 પોન્ટૂન પુલ અને રેતી પર અવરજવર માટે ખાસ કામચલાઉ રસ્તાઓનું નિર્માણ શરૂ કરી દેવાયું છે. દશાશ્વમેધ ઘાટ અને દારાગંજ વિસ્તારથી ગંગા નદી પર પીપા પુલ બાંધવાની કામગીરી શરૂ થતા અન્ય વિભાગોના નિર્માણ કાર્યને પણ વેગ મળ્યો છે. અંદાજે 200 કરોડ રૂપિયાના બજેટ સાથે 8 સેક્ટરમાં ફેલાયેલા આ મેળામાં કરોડો શ્રદ્ધાળુઓના સુરક્ષિત સ્નાન અને સરળ પરિવહન માટે 35 સ્નાન ઘાટ સહિતની તમામ વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત