Video: રાજૌરી જિલ્લાના બગલામાં જનતા દરબાર

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના બગલા સરહદી વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ જનતા દરબાર યોજ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ રજૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ લોકોની રજૂઆતો સાંભળી સમસ્યાઓના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સરહદી વિસ્તારના વિકાસકાર્યોની પણ તેમણે સમીક્ષા કરી હતી. વિકાસકાર્યોની પ્રગતિ અને સ્થાનિક સુવિધાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. સાથે જ લોકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
જાહેરાત
















