Video: મહિલાના મોત મામલે પરિવારજનોની પીડા

રાજકોટમાં SRP કેમ્પ નજીક થયેલા અકસ્માતમાં મહિલાના મોત મામલે પરિવારજનોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે. મૃતકના પતિએ આપવીતી જણાવતા કહ્યું કે અઢી મહિના પહેલા તેઓ જમવા જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો અને રાજકોટ મનપાની બેદરકારીના કારણે રોડથી અઢી ફૂટ જેટલી કુંડી ઊંચી હતી. અંધારિયા રસ્તામાં વચ્ચોવચ આવેલી આ કુંડી ન દેખાતા અકસ્માત સર્જાયો હતો .મહિલાના પતિએ આક્ષેપ કર્યો કે આ સમગ્ર ઘટના માટે મનપા જવાબદાર છે
જાહેરાત












