Video: રાજકોટમાં SRP કેમ્પ નજીક કુંડીમાં ભટકાઈને મહિલાના મોતનો મામલો, મનપાના ડેપ્યુટી કમિશનરનું નિવેદન સામે આવ્યું

રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે અકસ્માત જે કુંડીમાં ભટકાઈને સર્જાયો હતો તે કુંડી રોડની વચ્ચે નથી, પરંતુ રોડની સાઈડમાં આવેલી છે. આ વિસ્તારમાં રસ્તાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે, આ સમગ્ર મામલે તપાસ દરમિયાન જો કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી જણાશે, તો જવાબદારો સામે ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
જાહેરાત















